મોરબી: 31મી ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે જાહેર સલામતી જાળવવા અને કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે મોરબી પોલીસ સતર્ક બની છે. આ તકેદારીના ભાગરૂપે, મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે ગેરકાયદેસર હથિયાર સાથે એકની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને મળેલી ખાનગી બાતમીના આધારે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર શક્તિ ચેમ્બરથી આગળ ઉમિયાનગર જવાના રસ્તા પાસે આવેલા અક્ષર કોમ્પ્લેક્ષ નજીકથી આરોપી ભાવેશભાઈ નિરૂભાઈ જાદવ/સતવારા (ઉ.વ. 33, રહે. લાલપર, મોરબી)ને દેશી હાથ બનાવટના લોખંડના તમંચા (કિં. રૂ. 2000) સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.