પટેલ સમાજવાડીના પટાંગણમાં રૂ.4.63 લાખના ખર્ચે અવનવા ફટાકડા ફોડાયા : મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યોhttps://youtube.com/shorts/6C4fApx9DQA?si=ToKxFzeWSDl6k_bOhttps://youtube.com/shorts/roSr7Hzf5Ys?si=kxWdxPYm0ho9qMH4મોરબી : મોરબી મહાનગરપાલિકાને 1 વર્ષ પૂર્ણ થતા આ મહત્વપૂર્ણ અવસરને ઉજવવા માટે આતશબાજીના ભવ્ય કાર્યક્રમનું શનાળા ખાતે આવેલ પટેલ સમાજવાડીના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો હતો. હાલ મહાપાલિકા દ્વારા MMC@1 અંતર્ગત ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ત્યારે આજે સાંજે આયોજીત આતશબાજીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય સોની, કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ હાજર રહ્યા હતા. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે રૂ.4.63 લાખના ખર્ચે 40 મિનિટનો આ આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેને શહેરીજનોએ મનભરીને માણ્યો હતો. નવા વર્ષમાં મોરબીને અનેક ભેટો મળવાની છે. જેમાં વિસીપરામાં કોમ્યુનિટી હોલનું કામ ચાલી રહ્યું છે. 4 યુએચસીનું કામ શરૂ થવાનું છે. જ્યારે અખાડો છે તેને જીમનું સ્વરૂપ આપવા જઈ રહ્યા છીએ. તેનું પણ કામ ચાલુ છે. સુરજબાગમાં લાયબ્રેરીનું કામ ચાલુ છે. નાની કેનાલ રોડનું કામ પણ સમય મર્યાદા પહેલા પૂર્ણ થાય તેના માટે પ્રયત્નશીલ છીએ.