ધ્રાંગધ્રાના બે શખ્સો વિરુદ્ધ ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ફરિયાદ નોંધાવીહળવદ : હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં રહેતા ટ્રાન્સપોર્ટર યુવાનના નાના ભાઈના અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ધ્રાંગધ્રાના જમીન મકાનના બે ધંધાર્થીઓએ રૂપિયા 5 લાખની ખંડણી માંગતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં ધ્રાંગધ્રા દરવાજા નજીક વેજરી વાસમાં રહેતા ફિરોજભાઈ યુનિસભાઈ સંધી નામના ટ્રાન્સપોર્ટર યુવાનને આરોપી અનસભાઈ સંધી અને હાજી સલીમ સંધી છેલ્લા દસ દિવસથી ફોન કરી ફરિયાદીના નાના ભાઇના અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂ.5 લાખની ખંડણી માંગતા ઘટના અંગે હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.