મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ફ્યુજન સિરામિક ફેકટરીમાં કામ કરતા ઝારખંડના વતની શ્રમિક પ્રતાપભાઈ શૈલાબભાઈ સવૈયા ઉ.22ને ગત તા.24 નવેમ્બરના રોજ કામ કરતી વખતે પગમાં ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી જે બાદ ફરી તબિયત લથડતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.