રવાપર ગામના ઝાપા પાસે તેમજ પંચાસર રોડ પર પોલીસની કાર્યવાહી મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરમાં રવાપર ગામના ઝાપા પાસે તેમજ પંચાસર રોડ પર અલગ અલગ ત્રણ દરોડામાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ત્રણ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં પોલીસે રવાપર ગામના ઝાપા પાસેથી આરોપી અશોકભાઈ નાનાલાલ ચગ ઉ.74 રહે.રવાપર ગામ વાળાને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 550 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં પંચાસર રોડ પર સત્યમ હોલ નજીકથી આરોપી હસમુખભાઈ પ્રભુદાસભાઈ મીરાણી ઉ.45 રહે.વાઘપરા વાળાને રોકડા રૂપિયા 2200 સાથે વરલીના આંકડા લેતા ઝડપી લીધા હતા.જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે પંચાસર રોડ સત્યમ હોલ પાસેથી આરોપી ભરતભાઇ જીવરાજભાઈ સાધરીયા રહે.બગથળા ગામ, મોરબી વાળાને જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2150 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.