બે બાઇકમાં ચોરીનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ નીવડ્યોમોરબી : મોરબીના નાની વાવડીમાં સિદ્ધિ વિનાયક પાર્કમાં તસ્કરોના આટાફેરાની ઘટના સામે આવી છે. જેમાં એક ઘરમાંથી તો ઘી સહિતની ખાદ્ય વસ્તુઓ પણ ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં નાની વાવડીમાં કેનાલ પાસે માહી ટાવર પાછળ સિદ્ધિ વિનાયક પાર્ક -1માં આજે વહેલી સવારે ત્રણ બુકાનીધારી તસ્કરો ત્રાટકયા હતા. જેઓએ એક ઘરના તાળા તોડી ઘી સહિતની ખાદ્યવસ્તુંઓ ચોરી હતી. બાદમાં આ તસ્કરોએ એક બાઈકનો હેન્ડલ લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો. પણ તૂટ્યો ન હતો. ત્યારબાદ બીજું એક બાઇક ઉપાડી લીધું હતું. પરંતુ એક મકાનમાં સેન્સર લાઈટ ચાલુ થઈ જતા કોઈ જોઈ ગયું હોવાના ડરથી તેઓ બાઇક ત્યાં મૂકી નાસી છૂટ્યા હતા.