ટંકારા : આજ રોજ 30 ડિસેમ્બરના રોજ વીર શહીદ સ્વ. પરેશકુમાર સારેસાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પત્ની અને પુત્ર દ્વારા જોધપર ઝાલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે, વીર શહીદ સ્વ. પરેશકુમાર સારેસાએ જોધપર ઝાલાની આ પ્રાથમિક શાળામાંથી જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. માતૃભૂમિની સેવા કરતાં ઉધમપુર (જમ્મુ અને કાશ્મીર) ખાતે ફરજ બજાવતા સમયે બીમારીના કારણે તેમનું અવસાન થયું હતું. રાષ્ટ્રસેવામાં અર્પિત તેમના જીવનને નમન સ્વરૂપે અને તેમની પાવન સ્મૃતિને ચિરંજીવ રાખવા આ સેવા કાર્ય અર્પણ કરવામાં આવ્યું હતું.