લક્ષ્મીનગર નજીક હોટલ ચલાવતા આધેડને ટ્રક ચાલકે ટાયર નીચે કચડી નાખ્યામોરબી : મોરબી - કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ગઈકાલે બપોરના સમયે ટ્રક ચાલકે ઇલેક્ટ્રિક મોટર સાયકલ લઈને જઈ રહેલા હોટેલ સંચાલક આધેડને હડફેટે લઈ અકસ્માત સર્જી ટાયર નીચે કચડી નાખતા ઘટના સ્થળે જ આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની અનુપમ સોસાયટીમાં રહેતા અને લક્ષ્મીનગર નજીક હોટલ ધરાવતા સુરેશભાઇ મગનભાઈ ફુલતરિયા ઉ.57 નામના આધેડ ગઈકાલે પંચાસર ચોકડીથી દલવાડી સર્કલ તરફ ઇલેક્ટ્રિક મોટર સાયકલ લઈને આવી રહ્યા હતા ત્યારે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક જીજે - 03 - બીવાય - 1297 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ ટાયર નીચે કચડી નાખતા ઘટના સ્થળેથી જ મૃત્યુ નીપજ્યું હતું.મૃતક સુરેશભાઈને સંતાન ન હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈના પુત્ર યશભાઈ દીપકભાઈ ફુલતરિયા રહે.અનુપમ સોસાયટી વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.