મોરબી: બગથળા સોશ્યલ ગ્રુપ મોરબી દ્વારા નાની વાવડી સ્થિત પટેલ સમાજવાડી ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનની સાથે સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 70 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.આ કાર્યક્રમમાં નકલંકધામ બગથળાના મહંત દામજીભગતે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. સ્નેહમિલન સમારોહમાં સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપવામાં આવ્યા હતા અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ કિશોરભાઈ મેરજા, મંત્રી એ. કે. ઠોરિયા, ધરતીબેન બરાસરા અને બગથળા સોશ્યલ ગ્રુપ મોરબીના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેન્ક તરફથી પ્રેરક સ.ગુ. પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.