ત્રણ યુવાનો ત્રિપલ સવારી બાઇક ઉપર જતા હતા, એકને ઇજામોરબી : મોરબીના ગિડચ ગામ નજીક એક બાઇક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે. જ્યારે અન્ય એક યુવાનને ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગિડચ અને પાનેલી વચ્ચે રોડ ઉપર આજે સાંજના સમયે પાણીનું ટેન્કર અને બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાઈકમાં ત્રણ યુવાનો સવાર હતા. જેમાંથી ભાવેશભાઈ લાભુભાઇ ટીડાણી ઉ.વ.27 અને મહેશભાઈ પ્રેમજીભાઈ કુંવરિયા ઉ.વ.28નું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક બાઇક સવાર યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી રાજકોટ રીફર કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.