મોરબી : ગત તારીખ 27 ડિસેમ્બર ને શનિવારના રોજ મોરબીની નાલંદા કિડ્ઝની મુખ્ય બ્રાંચ ખાતે દ્રષ્યમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનનો પ્રારંભ નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટીઓ દ્વારા રિબિન કાપીને કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ ફાયર સેફ્ટી, રોડ સેફ્ટી, ભારતનો આદિવાસી સમૂદાય, મનોરંજન, Unveiling ઈન્ડિયા, ભારતના વિવિધ રાજ્યની વેશભૂષા સહિતના મોડેલ રજૂ કર્યા હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વકતવ્યો પણ રજૂ કર્યા હતા. સાથે જ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના સેલ્ફી પોઈન્ટ પણ બનાવાયા હતા. જેની સાથે વિદ્યાર્થીઓએ સેલ્ફી લીધી હતી. આ સમગ્ર એક્ઝિબિશનને વાલીઓ અને વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. સૌને આ એક્ઝિબિશન ખૂબ જ પસંદ પડ્યું હતું. વાલીઓ, શિક્ષકો અને બાળકો તરફથી આ એક્ઝિબિશનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.