ત્રણેયએ સાયબર માફિયાઓના 21.74 કરોડ જેટલી રકમ સગેવગે કરી હતીમોરબી : સાયબર માફિયાઓના એજન્ટ બની બેન્ક કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપવાના એવા મ્યુલ એકાઉન્ટ પ્રકરણમાં સાયબર પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સાયબર પોલીસ વિભાગે જાહેર કર્યું છે. અલગ અલગ બે ગુનાઓમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મોરબીના ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી અને રવિ નારણભાઈ દેવસુદે દોઢ અને અમદાવાદના ભાર્ગવ દિનેશભાઇ પૂજારાનો સમાવેશ થાય છે. ભાવિન અને રવીએ દોઢ ટકાના કમિશનર ઉપર 6 કરન્ટ એકાઉન્ટમાંથી 21 કરોડ અને 4 સેવિંગ એકાઉન્ટમાંથી 50 લાખ મેળવી આંગડીયા મારફત મોકલ્યા હતા. જ્યારે ભાર્ગવે 24 લાખ મેળવીને વ્યવહાર કર્યા હતા.