કાવ્યલેખનમાં સત્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા અને ચિત્રકલામાં પરમાર યશ્વી મુકેશભાઈએ મોરબીનું ગૌરવ વધાર્યું મોરબી: જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે તારીખ 27/12/2025 અને 28/12/2025 ના રોજ રાજ્યકક્ષાના યુવા ઉત્સવ (રાષ્ટ્રીય સ્તર પસંદગી સ્પર્ધા) 2025-26 નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના ખુલ્લા વિભાગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કાવ્યલેખનમાં મોરબીના સત્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ પ્રથમ સ્થાન તેમ ચિત્રકલામાં પરમાર યશવી મુકેશભાઈએ દ્વિતીય સ્થાન મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત લોક નૃત્ય સ્પર્ધામાં સુરત શહેરના ગોસ્વામી પાર્થગીરી અમિતગીરી એન્ડ ગ્રુપએ પ્રથમ સ્થાન, છોટાઉદેપુરની ડોન બોસ્કો હાઇસ્કુલ, ક્વાંટ દ્વિતીય ક્રમે અને આણંદની ચરોતર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તૃતીય ક્રમે વિજેતા બની છે. તો લોકગીત સ્પર્ધામાં અમરેલી જિલ્લામાંથી તરવાડીયા અમીશા એન્ડ ગ્રુપ પ્રથમ ક્રમે, રાજકોટની કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય દ્વિતીય ક્રમે અને આણંદની શ્રીમતી હીરાબા મોતીભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા છે.ડેક્લેમેશન સ્પર્ધામાં જામનગર શહેરના ચેલ્સી એસ ભલાણીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. સુરેન્દ્રનગરના ગરૈયા અક્ષય ઘનશ્યામભાઈ દ્વિતીય ક્રમે અને બોટાદ જિલ્લામાંથી ખેર દ્રષ્ટિ પંકજભાઈ તૃતીય ક્રમે વિજેતા બન્યા છે. તો કાવ્ય લેખન સ્પર્ધામાં મોરબીનું ગૌરવ વધારતા જાડેજા સત્યરાજસિંહ વિક્રમસિંહએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભરૂચથી પ્રિયા કલ્પેશકુમાર બારોટ દ્વિતીય ક્રમે અને અમરેલી જિલ્લામાંથી બોરડ માનસી ભાતભાઈ તૃતીય ક્રમે વિજેતા થયા છે. આ સાથે ચિત્રકલા સ્પર્ધામાં વડોદરા શહેરના ઓડ તનશીલ અનિલભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. મોરબીની પરમાર યશવી મુકેશભાઈ દ્વિતીય ક્રમે અને પાટણથી નીલમ પ્રહલાદભાઈ પ્રજાપતિ તૃતીય ક્રમે સ્થાન મેળવ્યું છે. આ તમામ વિજેતાઓએ રાજ્ય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરીને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. જેઓ જાન્યુઆરીમાં દિલ્હી ખાતે ભારત મંડપમમાં યોજાનાર નેશનલ યુથ ફેસ્ટિવલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.