સ્પેરોન વિટ્રીફાઇડના આઇસગેટ આઇડીમાંથી પણ રૂ.૨૨ લાખથી વધુની રકમ અન્ય આઇડીમાં ટ્રાન્સફર થયાનુ સામે આવ્યુંમોરબી : મોરબીમાં સિરામિક એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓના બોગસ આઇસગેટ એકાઉન્ટ બનાવી સાયબર ગઠિયાઓ સરકાર તરફથી મળતી ક્રેડિડ સહાયના નાણા હડપ કરી જવાના બનાવમાં વધુ એક કંપની પણ સાયબર ગઠિયાઓનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે. જેથી છેતરપીંડીનો આંક રૂ.૧.૮૭ કરોડને આંબ્યો છે.કેન્દ્ર સરકાર દ્વારા વિદેશમાં એક્સપોર્ટ કરતા ઉદ્યોગકારોને ઇમ્પોર્ટ - એક્સપોર્ટ કોડના આધારે વર્ષ દરમિયાન થયેલ ટર્નઓવર ઉપર એક ટકો પ્રોત્સાહન આપવામાં આવે છે.જે રકમ માટે આઇસગેટ એકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય છે. જેમાં આઇડી અને પાસવર્ડના આધારે ઉદ્યોગકારો પોતાનું આઇડી ખોલી તેમાંથી જરૂરી વ્યવહારો કરી શકે છે. સાયબર ગઠિયાઓએ અત્યાર સુધીમાં નવ જેટલી કંપનીઓના આઇડી-પાસવર્ડ મેળવી ફેક ઇમેઇલ આઇડી અને ડીઝીટલ સીગ્નેચર જોડી સહાયના કુપન અન્યના આઇસગેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધેલ હતા. આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.(1)નાશા ઈન્ટરનેશનલ સાથે રૂ.૧૩, ૭૮, ૩૯૦/- (2)નેક્ષોના સીરામીક એલ.એલ.પી. સાથે રૂ.૬,૮૪, ૨૮૬/- (3) નેશા વિટ્રીફાઇડ એલ.એલ.પી. સાથે રૂ.૪૪,૭૪,૦૫૮/- (4) સેફોન સીરામીક એલ.એલ.પી. સાથે રૂ.૨૫ ,૨૧,૮૯૩/-(5) લકઝરીકો સીરામીક એલ.એલ.પી. સાથે રૂ. ૧૨,૩૧,૭૦૪/- (6) વીવાન્ટા સીરામીક પ્રાઇવેટ લીમીટેડ સાથે રૂ.૭,૩૮,૩૬૫/- (7) સીલ્ક સીરામીક સાથે રૂ.૨૬,૫૨,૭૦૦/- (8) લીનોરા વિટ્રીફાઇડ એલ.એલ.પી. સાથે રૂ.૨૫,૯૭,૪૬૨/-ની છેતરપીંડી થઈ હતી. જેમાં વધુ એક કંપની સ્પેરોન વિટ્રીફાઇડ સાથે રૂ.૨૨,૨૧,૨૨૦/-ની છેતરપીંડી થઈ હોવાનું સામે આવતા છેતરપીંડીની કુલ રકમ રૂ.૧.૮૭ કરોડે પહોંચી છે.