મોરબી : ગત રોજ તા 28-12-2025 રવિવારના રોજ ટંકારામાં સુરાપુરા ધામ ખાતે કોળી ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં સમગ્ર મોરબી જીલ્લામાંથી ટંકારા, વાંકાનેર, હળવદ, માળીયા, મોરબીથી આગેવાનો બોહળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ આવનારા દિવસોમાં શિક્ષણક્ષેત્રે આગળ વધે તેમજ ઓબીસી વર્ણીકરણનો સમાજના લોકોને લાભ મેળવા તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવા માટે દિપકભાઈ ભાનુભાઈ બાબરીયા, મોરબી જિલ્લા કોળી ઠાકોર સમાજ ગૃપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.