મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 29 ડિસેમ્બર ને સોમવારના રોજ 2181 ક્વિન્ટલ એટલે કે 10905 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1524 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 455 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1390 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 552, તલના 2014, જીરુંના 4040, બાજરાના 470, જુવારના 921, સોયાબીનના 910, અડદના 943, ચણાના 978 અને સીંગફાડાના 1384 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 400, કારેલાના 800, ગુવારના 1800, ભીંડાના 800, ટમેટાના 800, કોબીજના 200, કાકડીના 500, લીંબુના 600, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.