મોરબી : મોરબી શહેરના લગધીરપુર રોડ પર નેશનલ હાઇવે નજીક ગઈકાલે બપોરના સમયે અજાણ્યા ડમ્પર ચાલકે પગપાળા જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી સતીષભાઈ ભાગીરથભાઈ આહીરવાર નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી પોતાનું ડમ્પર લઇ નાસી જતા મૃતકના ભાઈ અશિષભાઈ ભાગીરથભાઈ આહીરવાર રહે.ગઢોલી, જિલ્લો સાગર, મધ્યપ્રદેશ વાળાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.