સરદારનગરમાંથી બાઈક લઈને પસાર થતા ત્રણ આરોપીઓએ બાઇકને આંતર્યુંટંકારા : ટંકારા શહેરના સરદારનગર વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થતા બે સરદારજી યુવાનને આંતરી ત્રણ સરદારજીઓએ ભૂંડ પકડવા મામલે બાબતનો ખાર રાખી છરી અને પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના સરદારનગરમાં રહેતા અને ભૂંડ પકડવાનો ધંધો કરતા કૃપાલસિંહ મહેન્દ્રસિંહ બાવરી ઉ.25 નામના યુવાને આરોપી કમલસિંગ મહેન્દ્રસિંગ બાવરી, સતપાલસિંગ કમલસિંગ બાવરી અને આરોપી અમરસિંગ કમલસિંગ બાવરી રહે.જમજમનગર, ટંકારા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ ગત તા.24ના રોજ ફરિયાદી તેમજ સાહેદ ભગતસિંગ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં આંતરી તેમના વિસ્તારમાંથી ભૂંડ કેમ પકડ્યા કહેતા ફરિયાદીએ ભૂંડ ન પકડયાનું કહેતા આરોપીઓએ છરી વડે તેમજ પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.