મોરબી : માળીયા મિયાણા અને ટંકારા પોલીસે અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂની હેરફેર અને વેચાણ કરતા બે શખ્સને ઝડપી લીધા હતા. જેમાં ટંકારા પોલીસે પડતર જગ્યામાંથી તેમજ માળીયા પોલીસે બાઈક પર દારૂ લઈને જતા શખ્સને ઝડપી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે બાતમીને આધારે ટેલિફોન એક્સચેન્જ પાસે પડતર જિન નજીક દરોડો પાડી આરોપી સમીર અજિતભાઈ સાંજી ઉ.23 રહે.મૂંગનાવાસ, ટંકારા વાળાને વિદેશી દારૂના 180 મીલી માપના 16 ચપલા કિંમત રૂપિયા 2400 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે માસુમશા પીરની દરગાહ પાસેથી આરોપી સીરાજ ઇકબાલભાઈ જેડા રહે.ભાડ વિસ્તાર માળીયા વાળાને યામાહા આર વન બાઈક પર વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 2058 સાથે ઝડપી લઈ 30 હજારની કિંમતનું બાઈક કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.