મોરબી : મોરબી તાલુકાના નાગલપર (અમરાપર) ગામે ડાયાભાઈ રબારીની વાડી પાસે વીજ પોલ નમી જતા શોર્ટ લાગતા ભેંસનું મોત થયું છે. આ અંગે વિગતો આપતા દેવશીભાઈએ જણાવ્યું કે અહીં ઘણા સમયથી વીજપોલ નમી ગયેલા હતા. વીજ તંત્રને ત્રણેક વાર જાણ કરી છતાં કોઈ કાર્યવાહી કરી ન હતી. અંતે આજે વીજપોલ વધુ નમી જતા વીજ શોક લાગતા એક ભેંસનો જીવ ગયો છે.