મોરબી : વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલ ટેક્સ થી માત્ર 1કિમી જેવા નજીવા અંતરે નર્સરી પાટીએ જવાના પર સર્વિસ રોડની હાલત અંત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સર્વિસ રોડ ઉપર પડેલા મસ મોટા પડેલા ખાડાના લીધે સમય ઇંધણ બનેનો વ્યય તો થાય જ છે સાથો સાથ અકસ્માત થવાનો પણ ભય રહે છે. જેથી રોડને તાત્કાલિક રીપેર કરવાની આમ આદમી પાર્ટીએ માંગ ઉઠાવી છે. વધુમાં તેમના દ્વારા જણાવાયુ છે કે વાંકાનેર કે આજુ બાજુ ના કોઈ પણ ગામમાં જવા માંગતા લોકો માટે હવે આ સર્વિસ રોડ ઉપરના ખાડા માથાના દુઃખાવા સમાન છે. આટલી ખરાબ પરિસ્થિતિમાં સર્વિસ રોડ હોય અને માત્ર 1 કિમી જેટલા નજીવા અંતરમાં ટોલ પ્લાઝા હોવા છતાં જો જનતાને આ મુશ્કેલી ભોગવી પડે છે. તો આ સર્વિસ રોડ ઉપરના ખાડાને ત્વરિત રીપેર કરવામાં આવે અને સાથે સાથે બાજુમાં રહેલ પાણી નિકાલની ટ્રેન્ચ ને પણ યોગ્ય રીતે સાફ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.