મોરબી : મેલડીધામ ગૌશાળા ખાનપરના લાભાર્થે સનાતન ધૂન મંડળ દ્વારા સરદાર નગર કન્યા છાત્રાલય રોડ મોરબી ખાતે રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 85 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં લાલજીભાઈ વાઘડિયા, પ્રવીણભાઈ સોરીયા, વિનુભાઈ દેસાઈ, વલ્લભભાઈ શીણોજીયા, સવજીભાઈ બોરસાણીયા, કિશોરભાઈ ભીમાણી અને સનાતન ધૂન મંડળના સભ્યો અને સરદાર નગરના યુવાનો એ સહકાર આપ્યો હતો. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓનો આભાર માન્યો હતો.