આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી હજારો સ્પર્ધકો રહ્યા ઉપસ્થિતમોરબી : મોરબીમાં તા. 27 થી 30 ડિસેમ્બર 2025 સુધી રાજ્યકક્ષા યુવા ઉત્સવ 2025-26નું આયોજન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, કમિશ્નર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા અને સાંસ્કૃતિક કચેરી મોરબી દ્વારા આજ રોજ તા. 28ના નાલંદા સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં આજે તા.28-12-2025ને રવિવારના રોજ વકતૃત્વ, શીઘ્ર વકતૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ-શાયરી લેખન, સર્જનાત્મ કારીગરી, લગ્ન ગીત, લોકવાદ્ય સંગીત, ભજન, હળવું કંઠ્ય સંગીત, સમૂહ ગીત, શાસ્ત્રીય કંઠ્ય હિન્દુસ્તાની, શાસ્ત્રીય કંઠ્ય કર્ણાટકી, તબલા, મૃદગમ, વાંસળી, હાર્મોનિયમ, ગિટાર, સિતાર, વીણા, દુહા છંદ ચોપાઈ, લોકવાર્તા, એક પાત્રિય અભિનય સહિતની 23 સ્પર્ધાઓ યોજાઈ હતી. ગત રોજ વેદાંત સ્કૂલ ખાતે આ અંગે ગુજરાતની જે ઇવેન્ટ નેશનલમાં જે ઇવેન્ટ જવાની છે તેનું ઉદ્ઘાટન સમારોહ સમાપન કર્યો હતો. ત્યાં આજે પણ સ્પર્ધાઓ ચાલી રહી છે. ગતરોજ લગભગ 2000 જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લઈ સ્પર્ધાની શરૂઆત કરી હતી. આજે બંને સ્થળોએ થઈ લગભગ 4000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. તેમજ આવતી કાલે તા. 29 અને 30 ડિસેમ્બરના બે દિવસમાં લગભગ 2000 જેટલા સ્પર્ધકો ભાગ લેવાના છે. ત્યારે લગભગ આ સ્પર્ધામાં હજારો જેટલા સ્પર્ધકો ભાગ લેવા સમગ્ર ગુજરાતમાંથી પધાર્યા છે. આ તમામ સ્પર્ધકો રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાની વિવિધ 34 સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બની ગુજરાતનું નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરશે. ગતરોજ વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે લોકનૃત્ય, લોકગીત, ડેકલેમેશન, ચિત્રકલા, કાવ્ય લેખન સહિતની સ્પર્ધામાં વિજેતા ઉમેદવારોની નેશનલ લેવલ માટે પસંદગી કરવા કલા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ આવતીકાલે તા.29 -12-2025ને સોમવારે ભરતનાટ્યમ, ઓડીસી, કથ્થક, કુચિપુડી, મણીપુરી એકાંકી, સહિતની 6 સ્પર્ધાઓ યોજાશે.