ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુનડા સજ્જનપર ગામે રામદેવપીર મંદિર પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા આરોપી નરસીભાઈ જગજીવનભાઈ કોરડીયા રહે.હાલ શક્ત શનાળા મૂળ રહે.સજ્જનપર વાળાને ચેક કરતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.