ટંકારા : ટંકારાથી લતીપર હાઈવે પર સરાયા નજીક આજે સાંજના સમયે એક બોલેરો પલ્ટી મારી રોડની સાઈડમાં ખાડામાં પડી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ ગ્રામજનો તુરંત મદદે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઇવરનો બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.