મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે 28 ડિસેમ્બર, 2025ને રવિવારના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિન નિમિત્તે એક ભવ્ય ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સુપર માર્કેટ અને પટેલ શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 09:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેર સમિતિના તમામ હોદ્દેદારો, ફ્રન્ટલ સેલના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનોને અચૂક હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકોને સફેદ વસ્ત્રો પહેરીને આવવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની અખબારી યાદીમાં જણાવાયું છે.