મોરબી : માળિયા મિયાણા પોલીસે અંજીયાસર ગામમાં પાણીના ટાંકા પાછળ ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા (૧) ડાડાભાઇ દાઉદભાઈ જેડા, (૨) ઇકબાલભાઇ ગુલામહુશેનભાઇ ભટી, (૩) ઇસ્માઇલભાઇ હારૂનભાઇ ભટી અને (૪) નીઝામભાઇ સીદીકભાઈ જેડાને રૂ. ૧૧૯૭૦/- સાથે પકડી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.