મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટિમ સિલેક્શનમાં ગુજરાતના 100 જેટલા ખેલાડીઓ ભાગ લેશેમોરબી : આગામી જાન્યુઆરીમાં જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ખાતે આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ યોજાશે. જેના માટે આવતીકાલ તા. 27 અને 28 ડિસેમ્બરના રોજ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટિમ સિલેક્શન યોજાશે. જેમાં ગુજરાતના 10 થી 12 જિલ્લામાંથી લગભગ 100 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. આ દરમિયાન આઇસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતના હેડ કોચ વિકાસ વર્માએ જણાવ્યું હતું કે, આઈસ સ્ટોક સ્પોર્ટ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપની શરૂઆત ગુજરાતમાં 2020થી થઈ હતી. તેઓ આઇસ સ્ટોક સ્પોર્ટ્સના પ્રથમ એથલીટ અને ચેમ્પિયન છે. તેઓ પાંચ વર્ષથી સ્પોર્ટ્સમાં કામ કરી રહ્યા છે. અને નેશનલ લેવલે મેડલ મેળવ્યા છે. તાજેતરમાં આગ્રા ખાતે આયોજિત સમર નેશનલમાં કુલ 16 મેડલ મેળવી ભારતમાં ચેમ્પિયન રહ્યા હતા. તથા આગામી 23 થી 25 જાન્યુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં વિન્ટર ઇવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. તેના અંતે ટિમ સિલેક્શન તા. 27 અને 28 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે યોજાશે.વધુમાં વિકાસ વર્માએ જણાવ્યું કે, આ રમત સમર અને વિન્ટર બંને વર્ઝનમાં રમાય છે. આ ખેલમાં બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો રસ દાખવે છે. આ રમતની ખાસિયત એ છે કે તેમાં કોઈ વય મર્યાદા નથી કોઈ પણ ઉંમરના લોકો ભાગ લઈ શકે છે. તાજેતરમાં તેઓ ઓસ્ટ્રેલિયા ખાતે આયોજિત ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો જેમાં 65, 75 થી 80 વર્ષના લોકોએ આ રમતમાં ભાગ લીધો હતો. ત્યારે તેઓનો ધ્યેય આગામી 2027માં જર્મનીમાં આયોજિત ચેમ્પિયનશીપમાં ભારતને પ્રથમ મેડલ ગુજરાત અપાવે તે છે.