મોરબી : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ, જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ કોટડીયા, ટી.બી. સુપરવાઈઝર દિપકભાઈ પટેલ તેમજ PHC ખાખરાળાના મેડિકલ ઓફિસર ડો. સંજય જીવાણીના માર્ગદર્શન હેઠળ આજે 26 ડિસેમ્બરના રોજ ટી. બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાના આયુષ્માન આરોગ્ય મંદિર ધરમપુરના સેજાના નવી ટીંબડી ખાતે પોર્ટેબલ X-RAY કેમ્પનુ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન વનરેબલ પોપ્યુલેશન ટી.બી. સર્વે અંતર્ગત 70 શંકાસ્પદ વ્યક્તિનું પોર્ટેબલ X- RAY મશીન દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. PMJAYના 31 કાર્ડ બનાવવામાં આવ્યા હતા. આભા કાર્ડ 31, NCD સ્ક્રીનીંગ 53 લોકોનું કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા PHC- ખાખરાળા સુપરવાઈઝર કે. કે. કાલરીયા, AAM ધરમપુરના CHO છાયાબેન નિમાવત, FHW એ. એ. શેરસીયા, MPHW પી. પી. મકવાણા, આશા બહેનો વનિતાબેન, સુમિતાબેન તેમજ આંગણવાડી કાર્યકર ગાયત્રીબેન રામાનંદી અને આંગણવાડી હેલ્પર ચંપાબેન પરમાર તથા ગ્રામ લોકોએ સાથ સહકાર આપ્યો હતો.