મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે ચાલતા દૈનિક સદાવ્રત સેવાકાર્યમાં મોરબીના સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા અને તેમના પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સેવાયજ્ઞમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી અનેક લોકોની જઠરાગ્નિ તૃપ્ત થઈ હતી.આ ધાર્મિક અને સેવાની પ્રવૃત્તિમાં સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, તેમના ધર્મપત્ની ગાયત્રીબેન જોબનપુત્રા, અમરભાઈ જોબનપુત્રા સહિત નિવૃત્ત સબ રજીસ્ટ્રાર બાપોદરીયા, જાકાસણીયા, સી.પી.પોપટ, પ્રફુલ્લભાઈ પોપટ(મંત્રી), હસુભાઈ ઠક્કર, હીનાબેન સોમાણી, સંગીતાબેન પુજારા, માનસીબેન પુજારા, ફોરમબેન પુજારા, નરેશભાઈ પુજારા, ઓમ સોમાણી, કિશોરભાઈ પોપટ, વસંતભાઈ કોટેચા તેમજ મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીના સ્ટાફગણ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ પૂ. જલારામ બાપાની મહાઆરતી કરી પોતાના વરદ્ હસ્તે મહાપ્રસાદનું વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.આ તકે મોરબી જલારામ ધામના સંચાલક ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવિનભાઈ ઘેલાણી, કિશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કિશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા અને તેમના પરિવારની આ ઉમદા સેવા બદલ હૃદયપૂર્વક અભિવાદન કર્યું હતું.