મોરબી : મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ફાટક પાસે આજે સાંજના સમયે કોઈ કારણોસર એસટી બસના ડ્રાઇવર અને બાઇક ચાલક વચ્ચે મારામારી થઈ હતી. જો કે અમુક લોકોએ વચ્ચે પડીને તેઓને છોડાવવાના પ્રયત્નો કર્યા હતા. પણ બન્ને વચ્ચે બરાબરની જામી પડી હતી. આ ઘટનાને પગલે થોડા સમય માટે રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.