મોરબી : હનુમાન ગઢી જીવાપર ચકમપર ખાતે 27 માં રુદ્રીયજ્ઞ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ભાવેશભાઈ, ભરતભાઈ, જયદીપભાઈ, મહેશભાઈ, ગોવિંદભાઈ સરાસવાડીયા અને સમગ્ર સરાસવાડીયા પરિવારના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. એક ધાર્મિક પ્રસંગમાં અંદરના ગામડામાં રક્તદાન કેમ્પનું આયોજન કરી સરાસવાડીયા પરિવારે સમાજને પ્રેરણા પૂરી પાડી છે. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને સરાસવાડીયા પરિવારના યુવાનોનો આભાર માન્યો હતો.