મોરબી : આજરોજ દેરાળા ગામના રમેશભાઈ ચાવડા દ્વારા તેમના પુત્ર રાજદીપના પહેલા જન્મદિવસની ઉજવણી વૃદ્ધશ્રમમાં કરવામાં આવી હતી. આ દરમિયાન વૃદ્ધશ્રમના વડીલોને ભાવથી ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ભોજન માત્ર પેટ ભરવાનું નહીં પરંતુ આત્મિયતા અને લાગણીનું પ્રતિક બન્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ દ્વારા એક નાનકડા બાળકના જન્મદિવસને માનવતા, સંવેદના અને સામાજિક જવાબદારી સાથે જોડવામાં આવ્યો. આ પહેલ સમાજમાં એક સ્પષ્ટ સંદેશ આપે છે કે, જ્યારે આપણા આનંદમાં સમાજ જોડાય, ત્યારે ઉજવણી માત્ર વ્યક્તિગત નથી રહેતી, તે સંસ્કાર બની જાય છે. જન્મદિવસ માત્ર પોતાની ખુશી માટે નહીં, પરંતુ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર છે. સમાજના અંતિમ પંક્તિમાં ઊભેલા લોકો સાથે ખુશી વહેંચવી એ જ માનવતાનું સાચું સ્વરૂપ છે.