ટંકારા : સ્વ. મોહનભાઈ સોલંકીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મીતાણા ગામે તેમના પુત્રો દ્વારા શ્રદ્ધાંજલિના ભાગરૂપે, સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 40 રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ. મોહનભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ પુણ્યતિથિના પ્રસંગે, માનવતા અને સેવાના સંદેશ સાથે 6000 માણસો માટે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો ભવ્ય લોકડાયરો પણ યોજાયો હતો. બંને ભાઈઓએ પોતાના પિતાની સ્મૃતિમાં આવું સેવાકીય અને સામાજિક આયોજન કરીને સમાજને એક નવી પ્રેરણા પૂરી પાડી હતી.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ગીરીશભાઈ સોલંકી, વિજયભાઈ સોલંકી, રામજીભાઈ બાવરવા અને મીતાણા પ્રભુનગરના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, તમામ રક્તદાતાઓ, સોલંકી પરિવાર અને આસપાસના ગામના યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.