મોરબી : ટંકારા તાલુકાના વિરપર (પ્લોટ) ખાતે વશરામભાઈ મોહનભાઈ લિખીયા તથા તુષારભાઈ વશરામભાઈ લિખીયા દ્વારા આજે તા. 25-12-2025 ને ગુરુવારના રોજ રાત્રે 9:30 કલાકે શ્રી રામદેવજી મહારાજનો પાટ મહોત્સવ તથા રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન તેમના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનિક રામદેવજી ગોંડલીયા, ભજનિક શૈલેષ મહારાજ અને ભજનિક પરસોત્તમ પરી બાપુ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે.