મોરબી : જીવમાત્રને જીવવા માટે શુદ્ધ હવા, પાણી અને ખોરાક પાયાની જરૂરિયાત છે. આજે તે મોટાભાગે અશુદ્ધ સ્વરૂપે મળે છે. કારણ કે પર્યાવરણનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિ અને પશ્ચિમી જીવન શૈલીના અનુકરણે ભારતીય પરંપરા ભુલાવી દીધી છે. તો 'વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના સમાધાનનો ભારતીય દ્રષ્ટિકોણ' એ વિષય પર સરસ વિચારગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન મોરબી ખાતે આગામી રવિવારે કરવામાં આવ્યું છે.તારીખ 28 ડિસેમ્બર ને રવિવારે રાત્રે 9:00 થી 10:30 કલાક સુધી સંસ્કાર હોલ, સંસ્કાર બ્લડ બેન્ક ઉપર, પ્રથમ માળે ,જીઆઇડીસી શનાળા રોડ, મોરબી ખાતે ભારતીય વિચારમંચ દ્વારા વિચાર ગોષ્ઠિનું આયોજન કરાયું છે. જેમાં ભારતના 'વોટર વુમન ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાતા 'પંચતત્વ સંસ્થા'ના સંસ્થાપક શિપ્રા પાઠકજી ઉદ્બોધન આપશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મોરબીના પ્રખર પર્યાવરણ પ્રેમી અને અગ્રણી સમાજસેવક ડોક્ટર મનુભાઈ કૈલા હાજરી આપશે. તો મોરબીના તમામ લોકોને આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 9979273505, 98 25643623, 9824981935 પર સંપર્ક કરવા જણાવાયું છે.