મોરબી: મોરબીમાં સાત વર્ષના લાંબા સમય ગાળા બાદ મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનની જનરલ મીટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગમાં એસોસિએશનના નવા પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. આ જનરલ મીટિંગ તારીખ 28 ડિસેમ્બર 2025, રવિવારના રોજ મોઢવણિક જ્ઞાતિની વાડી, ગાંધી ચોક, મોરબી ખાતે યોજાશે. આ ઉપરાંત, એસોસિએશન દ્વારા વર્ષ 2026 માટે સભ્ય ફી ભરવા તેમજ નવા સભ્યોને જોડાવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓ પોતાની સભ્ય ફી શનિવાર, તારીખ 27 ડિસેમ્બર 2025 સુધીમાં ભરી શકે છે. સભ્યએ ફી ભરવા માટે સચિન ભાઈ ભગત (ભગત દામોદરદાસ મોહનલાલ), ગાંધી બજાર (મો. 98798 80008) તેમજ હિતેનભાઈ (રુદ્ર પ્રોવિઝન), લુહાણાપરા 2, મોરબી (મો. 98252 31831) નો સંપર્ક કરી ફી ભરીને પહોંચ મેળવી લેવા યાદીમાં જણાવાયુ છે.