24મીથી શરૂ થયેલ આ પાંચ દિવસ કાર્યક્રમમાં જાપ, પૂજા, યજ્ઞ કરાશેમોરબી : ભટ્ટ પરિવારના સુરાપુરા ધામ બિલિયા (જુના) ખાતે સર્વે પિતૃના મોક્ષર્થે પંચદીવસીય કાર્યક્રમનું આયોજન તા. 28 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે. જેમાં પાંચ દિવસ જાપ, પૂજા, યજ્ઞ વગેરેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ તા. 24 થી આ કાર્યક્રમ શરૂ થયેલ છે. તેમજ આ કાર્યક્રમની પુર્ણાહુતી તા. 28 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ત્યારે સમસ્ત ભટ્ટ પરિવાર તેમજ ભાવિક જનોને પંચદીવસીય કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.