શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને રૂ.1 લાખ જેટલી રોકડ રકમ અર્પણ કરાઈ મોરબી : મોરબી જિલ્લાના વીર જવાન શહિદ સ્વ.ગણેશભાઈ મનસુખભાઈ પરમાર કે જેઓ મહારાષ્ટ્રના અહમદ નગર ખાતે ફરજ બજાવતા ગત તા. 9-12-2025ના રોજ શહાદત વહોરી દેશ માટે બલિદાન આપ્યું હતું. તેમના પરિવારને તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ મોરબી શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સમગ્ર તપોવન સ્કૂલના પરિવાર દ્વારા રૂ. 1,00,000 રોકડ અર્પણ કરવામાં આવ્યા.