સામાકાંઠે જવાના વૈકલ્પિક માર્ગ તરીકે રામ ચોક - સાવસર પ્લોટ- જુના બસ સ્ટેન્ડ તેમજ અયોધ્યાપુરી રોડ- જુના બસ સ્ટેન્ડ જાહેર કરાયામોરબી : મોરબીમાં ગાંધીચોકથી ભવાની બેકરી સુધીના રોડનું કામ શરૂ કરવામાં આવતા આજે સવારથી જ અહીં ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે. આ રોડ અંદાજે એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યાં સુધી અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્રએ અપીલ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધી ચોકમાં નગરદરવાજા પોલીસ ચોકીથી ભવાની બેકરી સુધીના 200 મીટરના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ગત રોડ મોડી રાત્રે આ રોડ ખોદી નાખવામાં આવ્યો છે. જેને પગલે આજે સવારથી ટ્રાફિકજામ સર્જાયો છે. આ રોડનું કામ અંદાજે એકાદ મહિનો ચાલુ રહેવાનું છે. ઉપરાંત અયોધ્યાપુરી રોડથી આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર વાળો રસ્તા પર પણ કામ ચાલુ છે. ત્યાં પણ એકાદ મહિનો ચાલશે. વૈકલ્પિક માર્ગ તરીકે રામ ચોક, સાવસર પ્લોટ થઈ જુના બસ સ્ટેન્ડ થઈ જઈ શકાશે. ઉપરાંત અયોધ્યાપુરી રોડથી જુના બસ સ્ટેન્ડ થઈ સામાકાંઠે થઈ શકાશે. ઉલ્લેખનીય છે કે સામાકાંઠે કેસરબાગ વાળો રસ્તો તા.3એ ખુલે તેવી શકયતા સેવાઈ રહી છે.