મોરબી: મોરબીમાં શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવે દ્વારા ચાલતી પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તારીખ 27/11/2025 ને શનિવારના રોજ સંગીત સંધ્યા અને સંતવાણીના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ રાત્રે 09:00 કલાકે, વૃષભ નગર , ચબુતરા પાસે , સામાકાંઠે, મોરબી-2 ખાતે યોજાશે.આ ભજન સંધ્યામાં ગુરુજી મુનીરભાઈ વાલેરા દ્વારા સંચાલિત સરગમ સંગીત ક્લાસના સાધકો દ્વારા પરંપરાગત તેમજ શાસ્ત્રીય સંગીત પર આધારિત ભજનો રજૂ કરવામાં આવશે. જેથી સંતવાણીનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.