મોરબી : મોરબીના જોધપર નદીની એમ.પી.પટેલ કોલેજના B.COMના વિદ્યાર્થીઓએ એસ.પી.રોડ પાસે આવેલ HDFC બેંકની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન બેંકના મેનેજર અને અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને NEFT, RTGS, લોકર, વિવિધ ખાતાના પ્રકાર, ઓવરડ્રાફટ, ચેક તેમજ અન્ય માહિતીથી માહિતીગાર કરાયા હતા. આ તકે કોલજમાં પ્રિન્સિપાલ રજનીશ બરાસરા, પ્રોફેસર નીપુલસર અંદરપા અને પ્રોફેસર જતીન વામજા વિદ્યાર્થીઓ સાથે હાજર રહ્યા હતા.