હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે સાત દિવસ પહેલા રહેણાંક મકાનમાં ચોરી થયાની ઘટના સામે આવી હતી.જ્યારે ગતરાત્રિના હળવદ શહેરના સરા રોડ પરથી બે અજાણ્યા શખ્સો છકડો રીક્ષા ચોરી ગયાનું સામે આવ્યું છે.પ્રથમ બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા લક્ષ્મણભાઈ રતુભાઈ દલવાડી ગત તારીખ-17-12-2025 ના રોજ સવારે પરિવાર સાથે વાડીએ ગયા હતા અને સાંજે ઘરે પરત ફરતા ઘરનો મુખ્ય દરવાજો ચાવીથી ખોલી રૂમમાં રહેલ તેજુરી તોડી તેમાં રહેલ જુદા-જુદા ચાંદીના સાત જોડી સાંકળા,કંદોરો ઝાંઝરી,લકી સહિત દોઢેક કિલો જેટલી ચાંદીની તેમજ સવા તોલા સોનાની ચોરી થઈ હોવાનું મકાન માલિકે જણાવ્યું છે.જોકે નવાઈની વાત એ છે કે ચોરી થયાના સાત દિવસ બાદ પણ પોલીસે એફઆઇઆર લેવાના બદલે માત્ર અરજી જ લીધી છે. જ્યારે ગતરાત્રિના થયેલ ચોરીની વાત કરીએ તો દયારામભાઈ ભુદરભાઈ દલવાડીની નારણજી પેરાજ નામની ટ્રાન્સફર પેઢી શહેરના સરા રોડ પર આવેલ ઢવાણીયાયા દાદાના મંદિર પાસે છે અહીં કોઈ રાત્રિના બે અજાણ્યા સકસો આવ્યા હતા અને ટ્રાન્સપોર્ટ નો છકડો રીક્ષા ચોરી કરીને લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેથી હવે જોવાનું એ છે કે પોલીસ આ ઘટનામાં પહેલા ફરિયાદ નોંધે છે કે તસ્કર ઝડપાયા બાદ જ ફરિયાદ નોંધવામાં આવશે.