મોરબી : આઈ શ્રી સોનલ મા ના 102માં જન્મોત્સવની ઠેર ઠેર સેવામય ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મોરબીના યુવા આગેવાન દ્વારા આઈ શ્રી સોનલ માના જન્મોત્સવ નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના યુવા આગેવાન આર્યનભાઈ ત્રિવેદી દ્વારા આઈ શ્રી સોનલ માના 102માં જન્મોત્સવ નિમિત્તે આંગણવાડીમાં નાના બાળકોને શૈક્ષણિક કીટ આપીને સોનલ માના જન્મોત્સવની ઉજવણી કરી હતી.