મોરબી: સુરત સ્થિત ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય શિક્ષક અભિવાદન સમારોહમાં મોરબીની બિલિયા પ્રાથમિક શાળાના શિક્ષક ગોધવિયા ગૌતમ રામજીભાઈને પ્રતિષ્ઠિત મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ સમારોહ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આયોજન ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ ધામેલિયા અને રાઘવભાઈ ડાભી દ્વારા કરાયું હતું.શિક્ષણ ક્ષેત્રે પોતાની અવનવી પ્રવૃત્તિઓ અને ઉત્કૃષ્ટ યોગદાન થકી ગૌતમભાઈએ મોરબીનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કર્યું છે. આ સમારોહમાં ગુજરાતના આઠ શિક્ષકોને 'મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન' અને ચાર શિક્ષકોને 'નાનાભાઈ ભટ્ટ અગસ્ત્ય સન્માન' અર્પણ કરવામાં આવ્યા હતા.ગૌતમભાઈ શિક્ષણ ક્ષેત્રે 'મોજીલો વિદ્યાર્થી' નામનું શાળાપત્ર ચલાવવા, અંગ્રેજી સમાચાર, ઓનલાઇન ક્વિઝ અને ભાષાની વિવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. અગાઉ પણ તેઓ પ્રતિભાશાળી શિક્ષક, તાલુકા શ્રેષ્ઠ શિક્ષક, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક, શિક્ષક રત્ન એવોર્ડ જેવા અનેક સન્માનો મેળવી ચૂક્યા છે. આ સિદ્ધિ બદલ ચારે તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. આ કાર્યક્રમમાં અનેક રાજકીય શૈક્ષણિક કર્યા સામાજિક આગવાનો ઉપસ્િત રહ્યા હતા.