મોરબી: મોરબીના નાની વાવડી ખાતે સમજુબા સ્કૂલની પાછળ આવેલા સંકટમોચન હનુમાન મંદિરે ભાગવત સપ્તાહના ભાગરૂપે એક ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં બહુચર લોકભવાઈ મંડળ ભવાઈ રજૂ કરશે.લોકભવાઈના આ કાર્યક્રમનું આયોજન શુક્રવાર, તારીખ 26/12/2025 ના રોજ રાત્રે 9 વાગે કરવામાં આવ્યું છે. ભવાઈ મંડળના નાયક મહેન્દ્રભાઈ તથા પ્રફુલભાઈના નેતૃત્વ હેઠળ, કુલ 21 કલાકારોના કાફલા સાથે વિવિધ લોકનાટકો અને પાત્રો રજૂ કરવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમમાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવાઈની કલા નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.