મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 23 ડિસેમ્બર ને મંગળવારના રોજ 2670 ક્વિન્ટલ એટલે કે 13350 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1540 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 741 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1350 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 544, તલના 2046, જીરુંના 3870, સીંગફાડાના 1386, સોયાબીનના 892, અડદના 1143 અને ચણાના 1037 સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 800, ગુવારના 1800, ભીંડાના 900, ટમેટાના 1000, કોબીજના 200, કાકડીના 700, લીંબુના 500, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.