ગોડાઉનમાં મગફળી ઠાલવવા આવેલા અંદાજે 50 જેટલા ટ્રકને કારણે અનેક વાહનો ફસાયા : ગોડાઉન સંચાલકોની અવ્યવસ્થાથી વાહનચાલકો રોષે ભરાયામોરબી : મોરબી-જેતપર રોડ ઉપર રંગપર પાસે મગફળી ભરેલા ટ્રકોની લાઈનને કારણે છેલ્લા એક કલાકથી ટ્રાફિકજામ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોડાઉન સંચાલકોની આ વ્યવસ્થાના કારણે વાહનચાલકો રોષે ભરાયા છે.ત્યાં ફસાયેલા વાહનચાલકોના જણાવ્યા અનુસાર આ રોડ ઉપર મગફળી ભરેલા અંદાજે 50 જેટલા ટ્રકો પાર્ક કરવામાં આવ્યા છે. આ ટ્રકમાં ડ્રાઇવર પણ હાજર નથી. આ ટ્રકના કારણે સવારે 10:30 વાગ્યાથી અહીં ટ્રાફિકજામ છે. આ ટ્રક અહીં ગોડાઉનમાં મગફળી ઠાલવવા આવ્યાનું જાણવા મળી રહ્યું છે. અમુક વાહનો ટ્રાફિકથી બચવા રોંગ સાઈડમાં આવતા ટ્રાફિક વધુ વકર્યો છે. ગોડાઉનના મેનેજર પણ અહીં આવ્યા હતા પણ તેઓ રસ્તો કર્યા વગર અહીંથી નીકળી ગયા હતા.