તાલીમમાં જોડાવવા માટે સુબેદાર મેજર સહદેવસિંહ પી. ઝાલાનો મો. નં. 8875711843 પર સંપર્ક કરવોમોરબી : મોરબીમાં લોકરક્ષક અને પોલીસ ભરતીની અને અન્ય કોઈપણ ફોર્સ માટેની તૈયારી કરતા ઉમેદવારો (સર્વ જ્ઞાતિની બહેનો )માટે નિવૃત આર્મી ઓફિસર દ્વારા સતત બીજા વર્ષે સર્વ જ્ઞાતિ બહેનો માટે નિઃશુલ્ક ફિઝિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં પ્રોફેશનલ રનિંગ કોચિંગ દ્વારા શ્વાસ લેવાની રીતથી લઈને દોડવાની સાચી પદ્ધતિનું માર્ગદર્શન, સ્પેશિયલ ડાયેટ પ્લાનમાં ગ્રાઉન્ડ પર પરસેવો પાડ્યા પછી શરીરને શું જોઈએ? દરેક ઉમેદવારને વ્યક્તિગત Diet Chart (પ્રોટીન, વિટામિન્સ અને ઊર્જાથી ભરપૂર ખોરાકની યાદી), સ્ટેમિના બિલ્ડિંગ જેમાં સ્નાયુઓની મજબૂતી માટે ખાસ કસરતો જેથી પગના દુ:ખાવા અને ઇજાથી બચી શકાય, ટાઈમ મેનેજમેન્ટ જેમાં 9:30 મિનિટની અંદર 1600 મીટર અને મહિલાઓ માટે નિર્ધારિત સમયમાં દોડ પૂરી કરવાની ચોક્કસ સ્ટ્રેટેજી, પ્રોગ્રેસ ટ્રેકિંગ: દર અઠવાડિયે તમારું વજન, ઊંચાઈ અને દોડના સમયનું એનાલિસિસ વગેરે તાલીમ આપવામાં આવશે.આ બેચ છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. અને હાલ 1 મહિનાથી સવારે 5:45 થી 7:45 સુધી એલ. ઈ ગ્રાઉન્ડ , મોરબી - 2 તથા સાંજે 4:45 થી 6:45 કલાક દરમિયાન ક્રિષ્ના ગ્રાઉન્ડ, બાયપાસ રોડ, પંચાસર ચોકડી નજીક, મોરબી ખાતે તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે રજિસ્ટ્રેશન માટે નિવૃત આર્મી 28 વર્ષની નોકરીના બહોળા અનુભવ ધરાવતા સુબેદાર મેજર સહદેવસિંહ પી. ઝાલાનો મો. નં. 8875711843 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.