ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે આવતીકાલે તારીખ 23 ડિસેમ્બર ને મંગળવારના રોજ સોલંકી પરિવાર દ્વારા સ્વ. મોહનભાઈ જેઠાભાઈ સોલંકીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રસાદ તથા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.મિતાણાના નેકનામ રોડ પર આવેલ બહુચર વિદ્યાલય સામે સાંજે 5 કલાકે પ્રસાદ તેમજ રાત્રે 10 કલાકે સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં લોકસાહિત્યકાર લાખણસીભાઈ ગઢવી, રાજુભાઈ આહીર, ભજનિક ભગવતીબેન ગોસ્વામી, પરસોતમ પરીબાપુ તથા ચંદુભાઈ ડાભી સાંજીદા ગ્રુપ ઉપસ્થિત રહીને ભજનની રમઝટ બોલાવશે. આ સંતવાણીનું આયોજન છગનભાઈ જેઠાભાઈ સોલંકી, વિજયભાઈ મોહનભાઈ સોલંકી, ગીરીશભાઈ મોહનભાઈ સોલંકી તથા સમસ્ત સોલંકી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.